COVID-19 crisis in China: હાલ ચીન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધતાં ખળભળાટ મચી ગયો છે. કોરોના મહામારીનો અંત આવે તે પહેલાં જ ચીન અને દક્ષિણ કોરિયામાં વધતા કેસોથી સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે. ત્યારે ભારતમાં પણ આગમચેતીના પગલાં રુપે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મહત્વના આદેશો આપી દીધા છે.


કેન્દ્ર સરકારે શું આપ્યા આદેશ:


ચીન અને દક્ષિણ કોરિયામાં કોરોનાના વધતા કેસ મામલે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે રાજ્યના તમામ અગ્ર સચિવ અને મુખ્ય સચિવ આદેશ કર્યા છે. આદેશ મુજબ રાજ્યો શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈને જલ્દી પરિણામ આવે તે વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જરૂરી તમામ પગલાં રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ કરે તે પણ સૂચના અપાઈ છે.


એરપોર્ટ ઉપર થઈ શકે છે સઘન ચેકિંગઃ


કેન્દ્ર સકારના આરોગ્ય મંત્રાલયના આદેશ મુજબ તમામ રાજ્યોની સરકારો અમલવારી કરશે. આઇસોલેશન, ટેસ્ટિંગ અને જરૂરી તમામ સુવિધાઓ ઝડપી બનાવવાનો આદેશ આવ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં પણ મહાનગરપાલિકાઓને એરપોર્ટ ઉપર મુસાફરોના ચેકીંગ કરવાના આદેશ મળી શકે છે. 


ચીનમાં હાહાકાર બાદ હવે યુરોપમાં પણ કોરોનાએ દીધી દેખા


ચીનમાં કોરોના વાયરસે ફરી એકવાર હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. અહીં સ્થિતિ એ હદે વણસી છે કે 80 કરોડ લોકો પર ખતરો મંડરાવવા લાગ્યો છે. અહીં કોવિડ-19 પ્રતિબંધો હટાવાતા જ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. માત્ર ચીનમાં જ નહીં પરંતુ યુરોપ સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધતા ફરી એકવાર કોરોનાની લહેરને લઈને ફફડાટ શરૂ થયો છે. મહામારી નિષ્ણાતોનો અંદાજ છે કે ચીનની 60 ટકાથી વધુ વસ્તી અને વિશ્વની 10 ટકા વસ્તી આગામી 90 દિવસમાં ચેપગ્રસ્ત થઈ શકે છે અને મૃત્યુ પામી શકે છે.


ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ તો એમ પણ કહી દીધું છે કે, જેને પણ સંક્રમણ લાગવાનું હોય તેમને લાગવા દો. જેને મરવાની જરૂર છે તેમને મરવા દો. જેને લઈને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ એવો પણ દાવો કર્યો છે કે ચીનમાં સંક્રમિત લોકોની સંખ્યા એક દિવસમાં બમણી થઈ શકે છે.