ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકડાઉન 4 અંગેની ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં વેપાર ધંધાને મજૂરી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં બસો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ બસો અમદાવાદમાં આવવા દેવામાં આવશે નહી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ વેચાણ સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી થશે અન્ય કોઈ પણ છૂટ આ ઝોનમાં આપવમાં નથી આવી.

હેર સલૂન અને બ્યૂટી પાર્લરને શરતી મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પાન મસાલાની દુકાનો ખોલવામાં આવશે.

રાજ્યમાં દુકાનો ઓડ અને ઇવન નંબરને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવશે. એક દુકાન પર એક સમયે પાંચથી વધુ ગ્રાહકો ન રહેવા જોઇએ. ખૂબ જ કડકાઈની પાલન કરવામાં આવશે.