સરકારી કે ખાનગી લેબોરેટરીમા કોરોના ટેસ્ટ કરાવવા સંદર્ભને લઇ રાજય સરકારનો પરિપત્ર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jun 2020 04:21 PM (IST)
સરકારી કે ખાનગી લેબોરેટરી મા કોરોનાં ટેસ્ટ કરાવવા સંદર્ભને લઇને રાજય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે.
ગાંધીનગર: કોરોના ટેસ્ટની પ્રક્રિયામાં રાજ્ય સરકારે મોટો બદલાવ કર્યો છે. ખાનગી તબીબનાં પ્રિસ્કીપશનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમા કોરોનાં ટેસ્ટ થઈ શકશે. આ માટે કોઈપણ પ્રકારની પુર્વ મંજુરી લેવાની રહેશે નહીં. ખાનગી તબીબ અને લેબોરેટરીએ જિલ્લા કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓને માત્ર ઇ મેલ કરી જાણ કરવાની રહેશે અને સરકાર અન્ય મોબાઇલ એપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાંની રહેશે. કોરોનાં સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરુર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે. અને રિપોર્ટ નેગેટિવ આવે તો જ દર્દીને રજા અપાશે. ICMRની ગાઈડ લાઇન સિવાયનાં કિસામા જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબએ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ સોલા સિવિલ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મજૂરી લેવી પડશે. સરકારી કે ખાનગી લેબોરેટરી મા કોરોનાં ટેસ્ટ કરાવવા સંદર્ભને લઇને રાજય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે કોરોના ટેસ્ટની પ્રક્રિયામાં બદલાવ કર્યો છે.