પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, લોકરક્ષક પરીક્ષાર્થીઓ વેઈટિંગ લિસ્ટની માગ સીએમ રૂપાણીને કરી હતી. ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લેતાં રૂપાણી સરકારે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.
આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, 8135 યુવાનોને નિમણૂક પત્રો અપાયા છે. 9713 ઉમેદવારોની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે. 1578 સામાન્ય વર્ગનાં ઉમેદવારોનાં દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી છે.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૦ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે.