હિંમતનગર: આજે સમગ્ર દેશમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર શોભાયાત્રા સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આસ્થાના ઉત્સવ વચ્ચે રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતા ભક્તોમાં રોષનો માહોલ છે. ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. સ્થિતિને કાબુમાં લેવા ટીઅર ગેસ છોડાયા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.

Continues below advertisement

આજે રામ નવમીના દિવસે આ વિધિથી કરો હવન

આ દિવસે કન્યા પૂજનની સાથે ઘરમાં હવન કરવામાં આવે છે. આ દિવસે હવનનું વિશેષ મહત્વ છે. રામ નવમીનો તહેવાર દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રી રામનો જન્મ થયો હતો. આ ખુશીમાં, આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ અને પૂજા કરે છે. નવરાત્રિ પણ આ દિવસે સમાપ્ત થાય છે. નવ દિવસ સુધી વિધિપૂર્વક માતા દુર્ગાની પૂજા કર્યા પછી, રામ નવમીના દિવસે કન્યા પૂજન સાથે તેનું સમાપન થાય છે.

Continues below advertisement

આ વખતે રામ નવમી 10 એપ્રિલ, રવિવારે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે કન્યા પૂજાની સાથે ઘરમાં હવન પણ કરવામાં આવે છે. આ દિવસે હવનનું વિશેષ મહત્વ છે. ચાલો હવન પદ્ધતિ અને હવન સામગ્રીની સંપૂર્ણ સૂચિ વિશે જાણીએ.

રામ નવમી હવન વિધિશાસ્ત્રો અનુસાર સવારે વહેલા ઉઠો અને સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. શાસ્ત્રો અનુસાર હવનમાં પતિ-પત્નીએ સાથે બેસવું ફરજિયાત છે. સ્વચ્છ સ્થાન પર હવન કુંડની સ્થાપના કરો અને તેમાં આંબાના ઝાડનું લાકડું અને કપૂર નાખીને અગ્નિ પ્રગટાવો. આ પછી હવન કુંડમાં દેવી-દેવતાઓના નામે આહૂતિ આપો.  ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ઓછામાં ઓછા 108 મંત્રોજાપ સાથે આહુતિ  આપવી  જોઈએ. જો તમે ઈચ્છો તો આનાથી વધુ આહૂતિ  પણ આપી શકો છો. હવનની સમાપ્તિ પછી, ભગવાન શ્રી રામની આરતી કરો અને તેમને ભોગ ધરાવો. આ દિવસે કન્યા પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે હવન પછી કન્યા પૂજા પણ કરી શકાય છે.

રામ નવમી હવન સામગ્રીઆંબાના કાષ્ટ, આંબાના પાન, પીપળાની ડાળી, છાલ, વેલો, લીમડો,  ચંદનના કાષ્ટ, અશ્વગંધા, લીકર મૂળ, કપૂર, તલ, ચોખા, લવિંગ, ગાયનું ઘી, એલચી, ખાંડ, નવગ્રહના કાષ્ટ, પંચમેવા, નારિયેળ, ગોલા. , જવની સામગ્રી તૈયાર કરો.