જામનગરની વી.એમ.મહેતા પંચવટી કોલેજના પ્રિન્સિપાલ અને આર.એસ.એસના નગર સંચાલક ઉપર વિદ્યાર્થી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રોફેસર પર જાડેજા ધર્મરાજ નામના વિદ્યાર્થીએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
જામનગરની પંચવટી કોલેજમાં પરીક્ષા દરમિયાન કોપી કેસમાં પકડાતા વિદ્યાર્થીએ કોલેજના પ્રિન્સિપાલ પર હૂમલો કર્યો હતો. પંચવટી કોલેજના પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્રસિંગે વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવતી વખતે પરીક્ષામાં દોરી કાપવાની કાતર વડે હુમલો કર્યો હતો. વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજા ડિકેવી કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.
જોકે ટીવાયબીએની પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન ધર્મરાજ કોપી કરતાં ઝડપાયો હતો. મહત્વનું એ છે કે, હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીએ કાતરથી હુમલો કરતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પકડી પાડ્યો હતો અને છતાં પણ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની છાતીના ભાગે એક ઘા માર્યો હતો અને પાછળના ભાગે એમ બે જગ્યાએ મારતા ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત પ્રિન્સિપાલને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે ઘટનાની જાણ થતાં હોસ્પિટલના ડીન નદીની દેસાઈ સહિતના તેમજ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા હોસ્પિટલ દોડી આવ્યા હતાં. જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરની કોલેજમાં કોપી કેસમાં પકડાતાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર કર્યો હુમલો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Dec 2019 01:05 PM (IST)
જામનગરની વી.એમ.મહેતા પંચવટી કોલેજના પ્રિન્સિપાલ અને આર.એસ.એસના નગર સંચાલક ઉપર વિદ્યાર્થી દ્વારા હુમલો કરવામાં આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -