ગાંધીનગર:  ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રમાં નવીન પહેલ કરી છે. ગુજરાતની સરકારી શાળાના બાળકોને રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ જ્ઞાન અપાશે. આ માટે શાળાના બાળકોનો પ્રવાસ ખર્ચ સહિત અન્ય આનુષાંગિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની ઐતિહાસિક ધરોહરના શાળાકીય પ્રવાસો કરવામાં આવશે જેથી બાળકોને ગુજરાતની ઐતિહાસિક ધરોહર વિશે માહિતી મળે. નોંધનિય છે કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક બાદ એક પરિવર્તનો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મળે તે માટે પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવાની જાહેરાત કરવામાં આવી હતી.


 રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર થયા કોરોના સંક્રમિત
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેઓ નિવાસ સ્થાને પ્રાથમિક સારવાર લઈ રહ્યા છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં કોરોનાના કેસની ગતિમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. શનિવારે  રાજ્યમાં કોરોનાના 154 નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસનો આંક 700 ને પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંક 150 ને પાર થયો હોય તેવું 1 માર્ચ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 11 દિવસમાં જ રાજ્યમાંથી કુલ 910 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. નવા કેસ પૈકીના 75% માત્ર અમદાવાદ-વડોદરામાંથી નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં જ કુલ 500 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં 8 માર્ચ બાદ એક્ટિવ કેસનો આંક 700 ને પાર થયો છે.  હાલમાં કુલ 704 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા એક સપ્તાહમાં જ એક્ટિવ કેસમાં 145 %નો વધારો થયો છે.


ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે કેસમાં વધારો થયો છે. છેલ્લા 24  કલાકમાં 8582 નવા કેસ અને 4 સંક્રમિતોનામોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 44 હજારને પાર થયો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 44,513 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,761 પર પહોંચ્યો છે. દેશમાં 4,2652,743 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,07,08,541 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 13, 04,427 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.