પાટણઃ  પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપી શકશે. કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ આ નિર્ણય કર્યો હતો.


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના સેમેસ્ટર 3ની MCQ પદ્ધતિથી પરીક્ષા શરૂ થવાની છે.  આ પરીક્ષા 20મી જાન્યુઆરીથી ઓફલાઈન થવાની છે પરંતુ હવે વિદ્યાર્થીઓ ઓફલાઈન કે ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી શકશે. ઓનલાઈન પરીક્ષા અંગેની અલગ ગાઈડલાઈન અને પરીક્ષાના કાર્યક્રમો યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે


 


રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,019  કેસ નોંધાયા છે. બીજી તરફ 4831  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,40,971 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.73 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  2 મોત થયા. આજે 38,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3090, સુરત કોર્પોરેશનમાં 2986,  વડોદરા   કોર્પોરેશનમાં 1274,  રાજકોટ કોર્પોરેશનમાં 296, સુરતમાં 273, ભાવનગર કોર્પોરેશનમાં 225, વલસાડમાં 183, ગાંધીનગર કોર્પોરેશનમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 118, મહેસાણામાં 104, કચ્છમાં 101, વડોદરામાં 99, જામનગર કોર્પોરેશનમાં 79, રાજકોટમાં 77, અમદાવાદમાં 74, સાબરકાંઠામાં 70, ખેડામાં 69, આણંદમાં 65, પાટણમાં 65, ગીર સોમનાથમાં 56, જૂનાગઢ કોર્પોરેશનમાં 49, અમરેલીમાં 44, ગાંધીનગરમાં 38, મોરબીમાં 38, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 31. ભાવનગરમાં 30, દાહોદમાં 27, સુરેન્દ્રનગરમાં 27, દેવભૂમિ દ્વારકામાં 24, પોરબંદરમાં 23, તાપીમાં 18, જામનગરમાં 14, મહીસાગરમાં 13, નર્મદામાં 7, ડાંગમાં 6, જૂનાગઢમાં 3, અરવલ્લીમાં 2, છોટા ઉદેપુરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.


 


પ્રિયંકા ચોપડાએ ફક્ત એક પાતળા ટ્રાન્સપરન્ટ કપડાંમાં લપેટાઇને આપ્યા બૉલ્ડ પૉઝ, વાયરલ તસવીરોએ મચાવી ધમાલ


PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત


Omicron Symptoms: ભારતમાં વધુ ખતરનાક સ્તરે પહોંચી શકે છે ઓમિક્રૉન, AIIMSએ બતાવ્યા આ પાંચ લક્ષણો, જાણો......


Malaika Arora Post on Love : બ્રેકઅપના અહેવાલ વચ્ચે હવે અર્જુન પછી મલાઇકાએ પણ તોડી ચૂપ્પી, જાણો શું કરી પોસ્ટ?