Kheda Stone Pelting Case: ગુજરાતના ખેડામાં કેટલાક મુસ્લિમ યુવાનોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર મારનારા ચાર પોલીસકર્મીઓને સુપ્રીમ કોર્ટે 14 દિવસની જેલની સજાના આદેશ પર રોક લગાવી છે. ઓક્ટોબર 2022માં મુસ્લિમ સમુદાયના લોકોએ ગરબા કાર્યક્રમ પર પથ્થરમારો કર્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.


આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા ફટકારી હતી. આ નિર્ણય સામે પોલીસકર્મીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે તેમની અપીલ સ્વીકારી છે અને સજા પર રોક લગાવી દીધી છે. જોકે ન્યાયાધીશોએ પોલીસના વર્તનની ટીકા કરી હતી.


હાઇકોર્ટે શું કહ્યું હતું ?
ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષે આ કેસની સુનાવણી કરતા આરોપી પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા ફટકારી હતી અને તમામ આરોપી પોલીસકર્મીઓને 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જો દંડ ના ભરે તો 6 મહિના સુધીની સજા થશે તેમ જણાવાયું હતું. જો કે આ નિર્ણય બાદ આરોપી પોલીસકર્મીઓના વકીલે હાઈકોર્ટના આ આદેશ સામે અપીલ દાખલ કરીને ત્રણ મહિના માટે સ્ટે મેળવ્યો હતો.


આવો છે આખો મામલો 
ઓક્ટોબર 2022 માં, નવરાત્રી દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો પર ગુજરાતના ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં નવરાત્રી ગરબા કાર્યક્રમ પર પથ્થરમારો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસે પથ્થરમારાના આરોપમાં 13 લોકોની ધરપકડ કરી હતી અને તેમાંથી ત્રણને કથિત રીતે થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ કેસને લગતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વધુમાં, આરોપી પક્ષે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને 13 પોલીસકર્મીઓ પર મારપીટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આમાંથી 4 પોલીસકર્મીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે 9ને નિર્દોષ જાહેર કર્યા હતા.


 


પોલીસકર્મી PCR વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા અને પછી...


દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પોલીસકર્મચારી જ પોલીસવેનમાં દારુની મહેફિલ માણતા ઝડપાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ કેસમાં વધુ તપાસની ખાતરી આપી છે. હાલ તો દારુની મહેફિલ માણતા કર્મચારી અને તેમના મિત્રોના બ્લડ સેમ્બલ લઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી


વડોદરા શહેરમાં બે સપ્તાહમાં જ બે કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી ચુસ્તપણે દારૂબંધીનો અમલ કરાવવા કટિબદ્ધ બની છે ત્યારે જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર નવદીપસિંહ સરવૈયા અને તેમના બે મિત્રો વાનમાં બેસીને જ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. કંટ્રોલ રૂમની વર્ધી મળતા જ જેપી પોલીસે પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 


દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત


સામાન્ય નાગરિક જ્યારે દારૂ પીતા ઝડપાય ત્યારે પોલીસ સ્થળ પર પહોંચીને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરતી હોય છે પરંતુ જ્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલત હોવાની વર્ધી મળી તેમ છતાં પોલીસ સ્થળ પર પહોંચવાની જગ્યાએ પીસીઆર વાનને પોલીસ મથકે બોલાવી લેતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. સમગ્ર પ્રકરણ મામલે ACPએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.