Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગઇ હતી. વ્યાસ સિલેક્શન અને કિંજલ ફેસન સોપમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આગને કાબૂમાં લેવા માટે આર્મીના 50થી વધુ જવાનો કામે લાગ્યા હતા. વિરમગામથી વધારાના ફાયર ફાઈટરો બોલાવાયા આવ્યા હતા. કલેક્ટરે કહ્યું હતું કે આગ ભીષણ સ્વરૂપ પકડી રહી છે.ધ્રાંગધ્રામાં મુખ્ય બજારમાં 15થી વધુ દુકાનોમાં આગની ઝપેટમાં આવી હતી. આર્મી અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ પર નિયંત્રણ મેળવવા આર્મીના 50 જવાનો તૈનાત કરાયા હતા. આગમાં એક ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ થઇ હતી. શ્રદ્ધા લેબોરેટરી આગની ઝપેટમાં આવી હતી.
ચીફ ઓફિસરે કહ્યું હતું કે 10થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગને કાબૂમાં લેતા હજુ સમય લાગશે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નીચેના માળે આગ પર કાબૂ મેળવાયો છે.