Narmada River Dam News: ફરી એકવાર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે, ચોમાસુ અત્યારે વિદાયના તબક્કામાં ત્યારે ફરી એકવાર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી પરના ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાંતોના મતે ચોમાસું હવે બે-ચાર દિવસમાં ગુજરાતમાંથી વિદાય લઇ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, નર્મદા નદી પરના સરદાર સરોવર બંધમાં અત્યારે પાણીની આવકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે,
આજે નર્મદા ડેમની જળ સપાટી 138.06 મીટરે પહોંચી ચૂકી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 56,654 ક્યૂસેક જેટલી છે, જ્યારે પાણીની જાવક RBPHમાંથી 42,000 ક્યૂસેક થઈ રહી છે.
નદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. આ વખતે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે, સિઝનનો લગભગ 100 ટકા વરસાદ નોંધાયા છે, જેના કારણે નર્મદા ડેમના દરવાજા 17 દિવસ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા, અને હવે આજે નર્મદા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
ચોમાસાની વિદાય નજીક, રાજ્યમાં 100 ટકા વરસાદ, 71 ડેમો છલકાયા
દેશભરમાં ચોમાસાની સિઝન હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, રાજ્યમાં પણ હવે ચોમાસાનું વિદાયની નજીક છે, તાજા હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં લગભગ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, અને શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે. આ પહેલા ચોમાસાની આ સિઝનમાં રાજ્યમા શું છે સ્થિતિ જાણો....
હાલમાં મળી રહેલા નવા અપડેટ પ્રમાણે, રાજ્યમાંથી ચોમાસું હવે આગામી ત્રણ-ચાર દિવસોમાં વિદાય લઇ લેશે, આ વખતે અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર વરસાદી માહોલના કારણે કેટલીય જગ્યાએ નદી-નાળા, ડેમો અને તળાવો છલકાયા છે. રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાતી વધુ વરસાદ પડ્યો છે, જેમાં 128 તાલુકામાં 100% વરસાદ પડ્યો અને 4 તાલુકા એવા છે જ્યાં 60%થી ઓછો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં વરસાદી પાણીએ પણ કેર વર્તાવ્યો છે, ક્યાંક પુર તો ક્યાંક ડેમો છલોછલ જોવા મળ્યો છે. આ વખતે નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ 95% ટકા ભરાઇ ગયો છે, એટલુ જ નહીં આ સિઝનના વરસાદથી રાજ્યમાં 71 ડેમો છલોછલ થઇ ગયા છે. આ સિઝનમાં 35 ઇંચ વરસાદ પડવાનો અંદાજ હતો, જેની સામે આ વખતે પોણા 37 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે સિઝનનો સૌથી સારો વરસાદ ગણી શકાય.
શિયાળાને લઈ પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી ?
રાજ્યમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે. 10 ઓક્ટોબર પછી ઉત્તર પૂર્વના પવન સેટ થતા હોય છે, છતા પણ અલનિનોના કારણે ઉત્તર ભારતમાં બરફ વર્ષા 20 દિવસ મોડી શરૂ થવાની શક્યતા છે. 20 અથવા 25 નવેમ્બરથી શિયાળો શરૂ થવાની શક્યતા છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધુ ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. ઉત્તર ભારતમાં અલનીનોની કંડીશનને કારણે બરફ વર્ષ છે એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે 1 લી નવેમ્બરની જગ્યાએ 20 અથવા 25 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી