અમદાવાદઃ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર એ. કે. ઔરંગાબાદકરની બદલી થઈ છે. સુરેન્દ્રનગરનાં સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુજપરાનાં પ્રશ્નલ સેક્રેટરી તરીકે અમૃતેશ ઔરંગાબાદકરની દિલ્હી ખાતે બદલી કરવામાં આવી છે. ખુબ ટૂંકા ગાળામાં બદલી કરવામાં આવી છે.
રાજ્યના IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોર યથાવત રાખ્યો છે, હાલ ગુજરાતમાં ચૂંટણી આવતા પહેલા જ અનેક વિભાગોમાં બદલી કરવામાં આવી રહી છે. સરકાર નાના મોટો તમામ અધિકારીઓની બદલી કરી રહી છે.
ગુજરાત વિધાન સભાની ચૂંટણી પૂર્વે જ રાજ્ય સરકારે અલાગ-અલગ વિભાગોમાં બદલીનો દોર યથાવત રાખ્યો છે. IAS અધિકારીઓની બદલી થઇ છે. એ જે અસારીની GSDMAના એડી. CEO તરીકે નિયુક્તી, IAS નેહા કુમારીની દાહોદના ડીડઓ તરીકે બદલી કરાઈ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2909 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 38644 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 215 લોકો વેન્ટીલેટર પર છે. 38429 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1153818 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10688 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 21 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 8862 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.90 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 21 મોત થયા. આજે 2,70,890 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે કોરોનાના કારણે 34 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 2, સુરત 1, અમદાવાદ 1, ભાવનગર કોર્પોરેશન 1, વલસાડ 1, અરવલ્લી 1, દાહોદ 1, સાબરકાંઠા 1, જામનગર 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 11,53,818 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 95.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી લડી રહી છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 14 ને પ્રથમ અને 367 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4077 ને પ્રથમ અને 8478 ને પ્રથમ અને 19396 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19396 ને પ્રથમ અને 57938 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16810 ને પ્રથમ અને 16810 ને બીજો ડોઝ અપાયો હતો. 32747 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,70,890 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,98,80,825 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.