સુરેન્દ્રનગરઃ ચુડા તાલુકાના એક ગામમાં યુવતીના કૌટુંબિક ભાઈએ ફોટા પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવક આટલેથી જ અટક્યો નહોતો અને લગ્ન પછી પણ યુવતીને પિયર આવે ત્યારે મળવા બોલાવી શરીરસુખ માણતો હતો. અંતે કંટાળેલી યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ચુડા તાલુકાના ગામની યુવતીનો ફોટો 6 વર્ષ પહેલા તેના કૌટુંબીક ભાઈએ પાડી લીધો હતો. જે ફોટો યુવતીને બતાવી યુવકે બ્લેકમેલ કરી હતી તેમજ ગામના જ એક ઘરમાં લઈ જઈને અનેકવાર તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે, સમાજમાં બદનામીના ડરે યુવતીએ બધું એક વર્ષ સુધી સહન કર્યું હતું.
તેમજ પાંચ વર્ષ પહેલા યુવતીના લગ્ન થઈ ગયા હતા. જોકે, યુવકે યુવતીના લગ્ન પછી પણ યુવતીને બ્લેમકમેલ કરવાનું ચાલું રાખઅયું હતું. તેમજ યુવતી જ્યારે જ્યારે પિયર આવે ત્યારે તે ફોટા તેના પતિને બતાવી દેવાની અને વાયરલ કરી દેવાની તેમજ મારી નાંખવાની ધમકી આપી મળવા બોલાવતો હતો અને શારીરિક સંબંધ બાંધતો હતો. અંતે કંટાળેલી યુવતીએ પરિવારના સભ્યોને જાણ કરી હતી. પરિવારે યુવતીને સાથ અને હિંમત આપતા તેમે ચુડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
Surendranagar : યુવતીના ફોટા પાડી કૌટુંબિક ભાઈએ જ બાંધ્યા શારીરિક સંબંધ, વારંવાર ક્યાં લઈ જઈને માણ્યું શરીર સુખ ? પછી શું થયું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Feb 2021 02:32 PM (IST)
ચુડા તાલુકાના ગામની યુવતીનો ફોટો 6 વર્ષ પહેલા તેના કૌટુંબીક ભાઈએ પાડી લીધો હતો. જે ફોટો યુવતીને બતાવી યુવકે બ્લેકમેલ કરી હતી તેમજ ગામના જ એક ઘરમાં લઈ જઈને અનેકવાર તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -