Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જિલ્લાના ધ્રાંગધ્રામાં યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે. માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામની સીમમાં વિપુલ નામના યુવાન ઉપર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો હતો, આ હુમલામાં યુવકનું મોત નીપજ્યુ હતુ. અજાણ્યા શખ્સો યુવકના શરીર પર ઉપરાછાપરી છરીના ઘા મારીને ફરાર થઇ ગયા હતા. હાલમાં ધ્રાંગધ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. કહેવાઇ રહ્યું છે કે, હત્યા કોઇ અંગત કે જુની અંદાવતના કારણે થઇ છે.

Continues below advertisement

આજે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે ધ્રાંગધ્રામાં યુવકનો ઘાતકી રીતે હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે. માહિતી પ્રમાણે, જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગાળાની સીમમાં વિપુલ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રામાં વિપુલ નામના યુવકને અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અંગત અદાવતને પગલે વિપુલ નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ઘાતક હતો કે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતક વિપુલના નજીકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. તેમજ હત્યાના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. જિલ્લામાં હત્યાની ઘટનાઓ વધી રહી હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ તંત્ર આ મામલે શું અને કેવી કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

અમદાવાદઃ ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા

બાવળાના શ્યામ કોમ્પલેક્ષસ પાસે આવેલી આસોપાલવ સોસાયટી પાસે આ હત્યાની ઘટના બની હતી, માહિતી પ્રમાણે, 36 વર્ષીય મૃતક પ્રદિપસિંહ ગઇ રાત્રે બીજા ભાડુઆત સુરેશ ઠક્કર સાઉન્ડ મોટેથી વગાડતા હોવાની ફરિયાદ મકાન માલિકને કરી હતી. બાદમાં મકાન માલિક સુરેશ ઠક્કર પાસે પહોંચ્યા હતા અને ઠપકો આપતા મામલો બિચક્યો હતો, ગુસ્સે ભરાયેલા સુરેશ ઠક્કરે મકાન માલિકને ઉપરા છાપરી છાતીના ભાગે છરીના બે ઘા મારી દીધા હતા. મકાન માલિકને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ રાત્રીના સમયે કોઈ ડોક્ટર હાજર ન હોવાથી તેમને બોપલની સરસ્વતી હોસ્પિટલ ખાતે લઈ જતા તેમનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના પરિવારની ફરિયાદ લઈ મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement