સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક તરફ ત્રણ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે બીજી તરફ એક વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વેપારીની સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં દુકાન આવેલી છે. ત્યારે તંત્ર દ્વારા હાલ તેની દુકાન સીલ કરવામાં આવી છે અને તેના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ વેપારીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની સામે આવી છે.


સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ત્રણ દદીઓને આજે રજા આપવામાં આવી છે. મૂળી તાલુકાના દાણાવાડા, લખતર તાલુકાના તાવી , વઢવાણ તાલુકાના હુડકો કોરોના પોઝિટિવ દર્દીઓને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સરકાર ની ગાઈડ લાઈન મુજબ લક્ષણો ન દેખાતા રજા આપવામાં આવી છે. હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 40 થયો છે.