Gandhinagar: સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં પાક નુકસાનીનો સરવે પૂર્ણ થઈ ગયો છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગરમાં નુકસાનીનો સરવે પૂર્ણ થઈ ગયો છે. પોરબંદર જિલ્લામાં નુકસાનીનો સરવે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે. ખરીફમાં 33 %થી વધુ નુકસાની વળતર બાબતે વિચારણા ચાલી રહી છે.


ભારત એક સદી કરતાં પણ વધુ સમય એટલે કે આ 100 વર્ષોમાં ઓગસ્ટ મહિનો સૌથી વધારે કોરો રહે તેવી સંભાવના વધી રહી છે. સામાન્ય રીતે અલ નીનો હવામાન વિભાગની પેટર્ન પ્રમાણે મોટા વિસ્તારોમાં વરસાદ ઓછો થવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગના બે અધિકારીઓના જણાવ્યુ હતું કે 1901માં રેકોર્ડ શરુ થયા પછી ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે. આ સાથે ઉનાળુ પાક જેવા કે ચોખાથી લઈને સોયાબીન સુધીના પાકોના ઉત્પાદનમાં તેની અસર પડી શકે છે અને નુકસાન આવી શકે છે. તેના કારણે ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.


ભારતના હવામાન વિભાગનાના એક અધિકારીએ કહ્યુ હતું કે, આશા પ્રમાણે મોનસુન ફરીજીવિત નથી થઈ રહ્યું. આ મહિનાના એન્ડ સુધી દક્ષિણ,પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદ નોધપાત્ર રીતે ઘટે તેવી શક્યતા છે. અત્યાર સુધી થયેલા વરસાદ અને મહિનાના બાકીના દિવસોના આધાર પર ભારતમાં આ મહિને સરેરાશ 180 મિમી (7 ઈંચ) થી ઓછા વરસાદની સંભાવના છે.  આશા છે કે હવામાનના અધિકારી 31 ઓગસ્ટ અથવા 1 સપ્ટેમ્બરના રોજ ઓગસ્ટનો કુલ વરસાદ અને સપ્ટેમ્બરના પુર્વનુમાનની જાહેરાત કરવામાં આવશે.


ધરતીપુત્રો માટે રાહતના સમાચાર


ધરતીપુત્રો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર એક વરસાદી ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ક્યાક હળવા તો ક્યાક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ આગાહી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું, હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની કે માછીમારો માટેની કોઈ વોર્નિંગ કે એલર્ટ આપવામાં આવ્યા નથી. ગુજરાતમાં સિઝનનો 24 ટકા વધુ વરસાદ થયો છે. આવતીકાલે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.