Jamnagar Rape Case: તાજેતરમાં જ જામનગરમાંથી ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. અહીં એક મજૂરીયાતની દીકરી પર એક શખ્સે એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યુ છે, જોકે પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લાના જોડિયા ગામની આ દુષ્કર્મની ઘટના છે, અહીં જોડિયા ગામમાં એક સાત વર્ષ ખેત મજૂરની દીકરી પર દુષ્કર્મ આચરાયુ છે. ખરેખરમાં, બન્યુ એવું છે કે, જોડિયા ગામમાં રહેતા ખેત મજૂર પરિવાર જ્યારે મજૂરી કરવા ગયો, ખેતીકામ કરતા પિતા ખેતી કામ માટે ખેતરમાં ગયા હતા, તે સમયે 25 વર્ષીય શખ્સે ખેત મજૂરની સાત વર્ષની દીકરી પર નજર બગાડી હતી, અને તેનો એકલતાનો લાભ લઇને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, આ આરોપીનું નામ અશ્વિન ગોહિલ છે. જોકે, બાદમાં આ સમગ્ર મામલા પ્રકાશમાં આવતા જોડિયા ગામમાં ખળભળાટ મચી ગયો હતો, અને બાદમાં પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપી અશ્વિન ગોહિલની ધરપકડ કરી લીધી હતી.
70 વર્ષીય ફુઓ ચાર વર્ષની ભત્રીજીને રાત્રે અંધારામાં લઇ જઇને આચરતો હતો દુષ્કર્મ
અરવલ્લીમાં એક ધૃણાસ્પદ પોલીસને દોડતી કરી દીધી છે. હાલમાં જ ઘટના ઘટી છે જેમાં 4 વર્ષના ભત્રીજીને પોતાના જ ફુઆએ દુષ્કર્મનો ભોગ બનાવી છે, ઘટના બન્યા બાદ પોલીસે આરોપી ફુઆને ઝડપી પાડ્યો છે અને આગળની પૉક્સો હેઠળ કાર્યવાહી શરૂક કરી છે.
મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લામાંથી ચાર વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મની એક ધૃણાસ્પદ ઘટના ઘટી છે. જિલ્લાના બાયડના સાઠંબા ગામમાં ગઇ રાત્રે એક 70 વર્ષીય ફુઆએ પોતાની ચાર વર્ષની ભત્રીજી સાથે અડપલાં કર્યા બાદ દુષ્કર્મ અને અભદ્ર કૃત્ય કરી રહ્યો હતો, તે સમયે એક રાહદારીએ આ સમગ્ર ઘટના જોઇ લીધી હતી. બાદમાં લોકોએ ભેગા થઇને વૃદ્ધ ફુઆને મેથીપાક ચખાડ્યો હતો, વૃદ્ધને માર માર્યા બાદ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બાયડના સાઠંબા પોલીસ પોલીસે 70 વર્ષીય વૃદ્ધ ફુઆ વિરુદ્ધ 4 વર્ષના બાળકી સાથે દુષ્કર્મ કરવાના મામલે દુષ્કર્મ અને પૉસ્કો અંતર્ગત ફરિયાદ નોંધી હતી, જોકે, પીડિત ચાર વર્ષીય ભત્રીજીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
બનાસકાંઠામાં ટ્યૂશને જતી સગીરા પર ગેસ્ટ હાઉસમાં ગુજારવામાં આવ્યો બળાત્કાર
બનાસકાંઠાના ભાભરમાં સગીર વયની યુવતી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ટ્યુશન ગયેલી યુવતી ભાભરના ફોર્ચ્યુન ગેસ્ટહાઉસમાંથી મળી આવી હતી. ફોર્ચ્યુન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઈ છે. સગીર વયની યુવતીના માતાએ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ભાભર પોલીસે સુરજસિંહ રાઠોડ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કારની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. આરોપી સામે કડકમાં કડક પગલા લેવા લોકોએ માગ કરી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈનેપણ સવાલો ઉઠી રહ્યા છે.