HMPV Virus: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ચેપનો પ્રથમ શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સાબરકાંઠાના પ્રાંતિજમાં 8 વર્ષના બાળકમાં HMPV ચેપનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ બાળક એક ખાનગી હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર પર છે. તેમના બ્લડના સેમ્પલ ખાનગી લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ કેસ ગુજરાતમાં HMPVનો બીજો શંકાસ્પદ કેસ છે. આના બે દિવસ પહેલા રાજ્યમાં HMPV ચેપનો પહેલો કેસ નોંધાયો હતો. જ્યાં 2 મહિનાના બાળકને ચેપની પુષ્ટી થઈ હતી, જેના વિશે માહિતી આરોગ્ય વિભાગને આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ એલર્ટ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ HMPV અંગે સતર્ક છે અને ચેપનો સામનો કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલોમાં 15-15 બેડવાળા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
સતર્ક રહેવાના નિર્દેશ
કેન્દ્ર સરકારે રાજ્યોને HMPV ચેપ અંગે સતર્ક રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, HMPV ચેપ વિશ્વભરમાં છે અને શ્વસન રોગોનું કારણ બને છે. જોકે, હાલમાં ભારતમાં કોઈ અસામાન્ય વધારો નોંધાયેલો નથી.
HMPV વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPVના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં પણ HMPVના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે આજે આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાશે. HMPVના દેશમાં સાત કેસ પૈકી એક કેસ અમદાવાદમાં સારવાર હેઠળ છે. સરકારે કહ્યું હતું કે HMPV વાયરસથી ડરવાની કોઈ જરુર નહીં
રાજ્યમાં HPMV નો પ્રથમ કેસ આવ્યા બાદ અમદાવાદ સિવિલ પ્રશાસન તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઇસોલેશન વોર્ડને HPMV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 15 બેડ HPMV ના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર HPMV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં કેસની સંખ્યામાં વધારો કરવામાં આવશે.