ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં ગંભીર રોગોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેલી આઇસીયુની સેવા શરૂ કરી છે. રાજ્યના 10 સેંટરોમાં આ સેવાનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓને મળી રહ્યો છે. હવે મહેસાણાની વિસનગર સિવિલ હોસ્પિટલમાં પણ 10 બેડની ટેલી આઇસીયુ સેવાનો આરંભ કરવામાં આવ્યો.રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે ટેલી આઇસીયુની સુવિધા શરૂ કરવામાં આવી. તેના પગલે વિસનગરમાં હવેથી વર્ચ્યુઅલ હેલ્થકેર અને ડૉક્ટર રાજ રાવલના સીધા માર્ગદર્શન હેઠળ ગંભીર રોગના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહેશે. આ માટે અમદાવાદમાં એક કમાન્ડ સેંટર ઉભું કરવામાં આવ્યું છે.આધુનિક ટેક્નોલોજીની મદદથી ક્રિટિકલ કેર નિષ્ણાત દર્દીઓ સાથે જોડાઇને તેમને સારવાર આપશે. દર્દીઓની સ્થિતિ પર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક નજર રાખી શકાશે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, ગંભીર રોગોની સારવાર સ્થાનિક કક્ષાએ મળી રહે તે માટે ટેલી આઇસીયુ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં ટેલી આઇસીયુની જેમ ટેલી મેડિસિનની પણ વ્યવસ્થા સરકાર ઉભી કરશે.
ગંભીર રોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની ટેલી આઈસીયુ
gujarati.abplive.com
Updated at:
13 Apr 2022 04:12 PM (IST)