તાપીમાં રેન્જ આઈજીના સ્પેશયલ ગ્રુપનો સપાટો, વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Dec 2020 09:03 PM (IST)
તાપી જિલ્લામાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે.
તાપી રેન્જ આઈજીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સપાટો બોલાવ્યો છે. તાપી જિલ્લામાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. ડોલવણમા 197 બોક્સ કિંમત રૂપિયા 5 લાખ 44 હજારનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો છે. ટ્રકમાં કેબીન પાછળ ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. 31મી ડિસેમ્બર માટે દારૂ લાવવામાં આવી રહ્યો હતો. દમણથી ટ્રક મારફતે વિદેશી દારૂનો જથ્થો વાલોડના બાજીપુરા ગામે લઇ જવાઇ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે ટ્રક ઝડપી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કોરોનાને કારણે 31 ડિસેમ્બરે રાત્રે હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ છે. જેથી લોકોએ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વિવિધ જગ્યાએ ફરવા જવાના પ્લાન બનાવ્યા છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો રણોત્સવમાં હોટેલો લગભગ ફુલ થઈ ગઈ છે.