આ પહેલાં શનિવારે દોષી અક્ષય સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અપીલ કરીને 3 માર્ચે થનારી ફાંસી પર સ્ટે આપવાની માંગણી કરી હતી. તે વિશે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ આપીને 2 માર્ચ સુધી જવાબ આપવા કહ્યું હતું.
2012ની છે ઘટના
દક્ષિણ દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ ચાલુ બસમાં 23 વર્ષીય વિદ્યાર્થીની નિર્ભયા સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યા બાદ તેને બસમાંથી ફેંકી દેવામાં આવી હતી. સારવાર બાદ 29 ડિસેમ્બરે સિંગાપુરમાં માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.
કોણ છે ચારેય દોષી
મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ, પવન ગુપ્તા, રામ સિંહ અને એક કિશોર આ મામલે દોષી જણાયા હતા. રાષ્ટ્રપતિ મુકેશ, વિનય અને અક્ષયના દયા અરજી ફગાવી ચુક્યા છે. રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી અને કિશોરને સજા પૂરી થયા બાદ મુક્ત કરી દેવાયો હતો.