વ્યારાઃ તાપી જિલ્લામાં યુવકની કારમાં આવેલા શખ્સોએ તલવારના ઘા મારીને બિલ્ડરની હત્યા કરી નાંખતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જાહેરમાં જ બિલ્ડરને તલવારના 15 ઘા મારીને હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. બચાવવા પડેલા અન્ય એક વ્યક્તને પણ ઇજા પહોંચી હતી. 


ગઈ કાલે રાત્રે 8 વાગ્યે વ્યારાના રાયકડામાં રહેતા બિલ્ડર નિશિશ મણિલાલ શાહ (ઉં.વ.40) મોપેડ લઈને નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં તેઓ તરબૂચ લેવા ઉભા રહ્યા હતા. આ જ સમયે રસ્તા પર એક કારે તેમને ટક્કર મારી હતી. તેમજ પછી તેમાંથી ચાર શખ્સો ઉતર્યા હતા અને બિલ્ડરને તલવારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. તેમજ બચાવવા વચ્ચે પડેલા તરબૂચના વેપારી અને દુકાન પર કામ કરતો યુવક પણ ઘાયલ થયા હતા. જેમાં વેપારી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.  


બિલ્ડર વ્યારા સહિત અન્ય રાજ્યમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શુક્રવારે સાંજે વ્યારાના હરિ હરેશ્વર મહાદેવ મંદિર સામે તરબૂચ લેવા ગયા ત્યારે કાર નં GJ-05-JP-2445 ચાલકે ટક્કર માર્યા પછી હત્યા કરી નાંખી હતી. જોકે, હત્યા કારણ અકબંધ છે.  વેપારી ગણેશને સુરત ખસેડાતા હાલત ગંભીર છે. પોલીસને કારનો બમ્પ અને નંબર પ્લેટ મળી છે. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે. હત્યારાઓએ રેકી કરી હોવાની પોલીસને શંકા છે.