આહવા: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ એક શાળાના મુખ્ય શિક્ષક અને તે જ શાળાની પરિણીત શિક્ષિકા વચ્ચેના પ્રેમપ્રકરણ અને તેની અંગત પળોની વીડિયો ક્લીપે ચકચાર મચાવી દીધી હતી.
[caption id="attachment_444629" align="alignnone" width="719"]

આ ઘટના બાદ વિવાદ વકરતા શિક્ષણ વિભાગે બન્નેની બદલી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વઘઈ તાલુકામાં સમાવિષ્ટ એક પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકા પ્રણયફાગ ખેલવામાં વ્યસ્ત રહેતા હતા. આ બંન્નેના કેટલાંક અશ્લીલ ફોટો અને વીડિયો શિક્ષકોમાં જ વાયરલ થયા હતા. વાત વધીને વાલીઓ સુધી પહોંચતા મામલો ગરમાયો હતો.

ત્યાર બાદ ગામના લોકોએ શાળાએ જઈ હોબાળો મચાવતા શિક્ષણ તંત્ર દોડતું થઈ ગયું હતું. વિવાદ વકરે એવું લાગતાં ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાએ ટી.પી.ઓ. દ્વારા તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં શિક્ષણ અને શિક્ષિકાના અંગત પળોની વીડિયો ક્લીપ અને તસવીરો સાચા હોવાનું તથા બન્નેની અંગત પળોની તસવીરો અને વીડિયો પણ મુખ્ય શિક્ષકે પોતે જ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
[caption id="attachment_373126" align="alignnone" width="500"]

ત્યાર બાદ આ શિક્ષક અને શિક્ષિકાની અલગ અલગ જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે. આ અંગે ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂસારાએ જણાવ્યું હતું કે, બન્ને શિક્ષકોની તત્કાળ અસરથી અલગ-અલગ જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે. આ સાથે તેઓ સામે ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલાં ભરવા માટે તમામ પુરાવાઓ સહિત શિક્ષણ નિયામકને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.