સંઘપ્રદેશ દમણના સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસમાં 15 વર્ષીય બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી  મોત થયું છે.  દમણના સાંસદ લાલુભાઇ પટેલના ફાર્મ હાઉસમાં આ ઘટના બની છે. ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં તરુણનું મોત થયું છે.  




ઉમરસાડીનો એક પરિવાર ફાર્મ હાઉસમાં ગયો હતો.  અગમ્ય કારણોસર સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત બાળકનું મોત થયું છે.  દમણ પોલીસે તપાસ હાથ ધરી છે. 




પરિવાર દમણના કચિગામ સ્થિત સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસ પર આવ્યો હતો. ઉમરસાડીના પરિવાર ઉપરાંત અન્ય પરિવારો પણ ત્યાં આવ્યા હતા. જેમાં ઉમરસાડીના પરિવારના 15 વર્ષીય નીવ પટેલ નામનો કિશોર સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતા મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે દમણ કોસ્ટલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.  


કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે


આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે.  જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે.  આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા છે.  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.