રાજ્યમાં હવે ઘીરે ધીરે તાપમાનનો પારો ગગડતાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાવવાનું શરૂ થતાં સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.


હાલ રાજ્યમાં તાપમાનનો પારો ધીરે ધીરે ગગડતાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.  કચ્છના નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંઘાયું, તો અમદાવાદમાં લધુતમ તાપમાન 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકી રહેશે, આવનાર દિવસોમા 4થી5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.


ડિપ્રેશનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાલ તો ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે.. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીને નીચે પહોંચી ગયો છે.. ત્યારે 15 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે..


ક્યાં શહેરમાં કેટલું નોંધાયું તાપમાન


 ગાંધીનગર-16.5 ડિગ્રી


વલસાડ -  16.5 ડિગ્રી


વડોદરામાં 18 ડિગ્રી


 ડિસા- 16.8 ડિગ્રી


અમરેલી  17.4 ડિગ્રી


કેશોદ-  17.6 ડિગ્રી


અમદાવાદ -18 ડિગ્રી


 વલ્લભવિદ્યા નગર- 18.1 ડિગ્રી


 ભૂજ- 19.4 ડિગ્રી


 સુરેંદ્રનગર- 19.4 ડિગ્રી


  પોરબંદર 22.5 ડિગ્રી


કંડલા – 17.4 ડિગ્રી


જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ


જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાતિલ ઠંડી પડી રહી છે. લદ્દાખ અને કાશ્મીર ખીણમાં શુક્રવારે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ સાથે શીત લહેર તીવ્ર બની હતી, જ્યારે દ્રાસમાં ફરીથી માઈનસ 12.6 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ગઈકાલે રાત્રે 1.6 ડિગ્રી સેલ્સિયસની સરખામણીએ 0.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


કાશ્મીરના ગેટવે ટાઉન કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 0.0 ડિગ્રી સેલ્સિયસ અને દક્ષિણ કાશ્મીરના પ્રખ્યાત રિસોર્ટ પહેલગામમાં માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોકરનાગમાં લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ઉત્તર કાશ્મીરના કુપવાડા શહેરમાં માઈનસ 0.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


લેહમાં માઈનસ 7.0 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કારગીલમાં માઈનસ 1.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દ્રાસ એ પ્રદેશનું સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


 હવામાન વિભાગે કહ્યું છે કે ઓછામાં ઓછા 19 નવેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે, ત્યારબાદ આ વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હાલમાં વધતી જતી ઠંડીના કારણે ત્યાં રહેતા લોકોની મુશ્કેલી થોડી વધી ગઈ છે.