વલસાડ: વલસાડના સાઈ લીલા મોલમાં સ્પાની આડમાં ચાલતા સ્પામાં કચ્છના બિઝનેસમેનનો પુત્ર થાઈલેન્ડની યુવતી સાથે રંગરેલિયાં મનાવતાં ઝડપાઈ ગયો હતો. તેને બચાવવા માટે અનેક મોટાં માથાં સક્રીય થયાં હતાં અને પોલીસ પર ભારે દબાણ પણ આવ્યું હતું.

વલસાડમાં થાઇલેન્ડની યુવતીઓને લાવીને દેહવિક્રય કરવામાં આવતો હોવાની જાણ સ્થાનિક પોલીસને થઇ હતી. પોલીસે છટકું ગોઠવીને રેડ કરતાં વિદેશી યુવતી અને તેની સંચાલિકા ઝડપાઇ હતી. આ યુવતીઓની હાલ પોલીસે પૂછપરછ હાથ ધરી છે અને સ્પાની સંચાલિકાની પોલીસે ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે.

સાંઇલીલા મોલમાં ચાલતા સ્પામાં થાઇલેન્ડની યુવતીઓને મસાજના બહાને રાખીને તેમની પાસે માલેતુજાર પરિવારના ગ્રાહકો મોકલવામાં આવતા હતા. તેમની પાસેથી મોટી રકમ સ્પાની સંચાલિકા પડાવીને યુવતીઓ પાસે દેહવિક્રય કરાવાતો હોવાનું પોલીસની જાણમાં આવ્યું છે.