રાજ્યમાં મોસમનો સરેરાશ 94.89 ટકા વરસાદ વરસી ચૂકયો છે. જેમાં કચ્છ ઝોનમાં સરેરાશ 112.32 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 75.86 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.03 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 81.59 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ 107.74 ટકા વરસાદ વરસ્યો છે.
રાજસ્થાનમાં સ્થિર થયેલા લો-પ્રેશરથી આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કયાંક મધ્યમ વરસાદની પડવાની હવામાન વિભાગની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણામાં મધ્યમ વરસાદ પડશે.