Lok Sabha Election: ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા મતદાન થયું છે. બનાસકાંઠામાં અહીં 48.89 ટકા મતદાન નોંધાયુ છે, તો પોરબંદરમાં સૌથી ઓછુ 32.60 ટકા નોંધાયુ છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. અહીં વલસાડ બેઠક પર સૌથી વધુ 58 ટકા મતદાન નોંધાયું છે.
3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 41 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 41 ટકા મતદાન નોંધાયું છે. મતદાન પૂર્ણ થવામાં માત્ર અઢી કલાક જેટલો સમય બાકી છે. સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર જોવા મળી રહ્યું છે.
ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર જંગ જામ્યો છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ખેડા બેઠક પર 40 ટકા મતદાન થયું છે. આણંદ બેઠક પર 43 ટકા મતદાન થયું છે. ભાવનગર બેઠક પર 36 ટકા મતદાન થયું છે. સુરેંદ્રનગર બેઠક પર 36 ટકા મતદાન થયું છે. હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠક પર 41 ટકા મતદાન નોંધાયું છે.
બારડોલી લોકસભા બેઠક પર 43 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં બારડોલી લોકસભા બેઠક પર 43 ટકા મતદાન થયું છે. કામરેજ વિધાનસભા વિસ્તારમાં 33 ટકા મતદાન થયું છે. નિઝર વિધાનસભા વિસ્તારમાં 56 ટકા મતદાન થયું છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં 43.90 ટકા મતદાન થયું છે. મહુવા વિધાનસભા વિસ્તારમાં 42.31 ટકા મતદાન થયું છે. બારડોલીની માંગરોળ વિધાનસભામાં 43.66 ટકા મતદાન થયું છે. માંડવી વિધાનસભા વિસ્તારમાં 48.49 ટકા મતદાન થયું છે. વ્યારા વિધાનસભા વિસ્તારમાં 50 ટકા મતદાન થયું છે.
3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર સરેરાશ 40 ટકા મતદાન થયું છે. જસદણ વિધાનસભા બેઠક પર સરેરાશ 36 ટકા મતદાન થયું છે. રાજકોટ પૂર્વ બેઠક પર સરેરાશ 39.31 ટકા મતદાન થયું છે.
104 વર્ષના દાદીએ મતદાન કર્યુ
મહીસાગરમાં 104 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યુ છે. યુવાનોને હંફાવે તેવી સ્ફૂર્તિ સાથે વૃદ્ધાએ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે. સુતારી ગામથી 2 કિમી દૂર આવેલ સેનાદરિયા ગોરાડા ગામે જઈને દાદીએ મતદાન કર્યુ હતું.
ચૂંટણી પંચ મુજબ 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં 47.03 ટકા મતદાન
વલસાડ બેઠક પર સૌથી વધુ 58 ટકા મતદાન
અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન
આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન
બારડોલી બેઠક પર 51.97 ટકા મતદાન
ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન
છોટા ઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન