NAVSARI : નવસારીમાં ઉભરાટ દરિયે ડૂબેલા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યાં છે.ધુળેટીના દિવસે ઉભરાટ દરિયે નાહવા ગયેલા 3 યુવાનો દરિયામાં ડૂબી ગયા હતા. આ ત્રણેય યુવાનોના ડૂબી જવાથી મોટ નિપજ્યા છે. આ ત્રણ યુવાનોમાં સચિન ખાતે રહેતા 22 વર્ષીય ભગીરથ આસિરામ મેઘવાલ, 20 વર્ષીય દશરથ જીરારામ મેઘવાલ અને વિજલપોર ખાતે રહેતા શુભમ એરડેનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવાનો ગઈકાલે 18 માર્ચે ડૂબ્યા હતા અને આજે સવારે 8 વાગ્યે ત્રણેયબા મૃતદેહ દરિયાકાંઠેથી મળી આવ્યાં હતા. ત્રણ આશાસ્પદ યુવાનનો ડૂબી જવાથી મૌત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા
18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો હતો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 16 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4, વાપીમાં બે, ભરુચમાં બે, ભાવનગરમાં એક અને ખેડામાં 2 ડૂબ્યા છે.
ભાણવડમાં પાંચ મિત્રોના ડૂબી જતા મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ મિત્રોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મહીસાગરમાં ત્રણ મામા અને એક ભાણીયાનું મોત
એક બાજુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નદીમાં દુવિ જવાથી પાંચ યુવાનોના મોત થયાના સમાચાર તાજા છે ત્યાં બીજી બાજુ મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચાર માંથી ત્રણ યુવાનો મામા અને એક યુવાન ભનાઇયો હોવાનું સામે આવ્યું છે.