બનાસકાંઠા: કાંકરેજના ખારીયા પાસેથી પ્રસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી લાશ મળી આવી છે. કેનાલમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી જોવા મળતાં સ્થાનિક લોકોએ થરા પોલીસને જાણ કરી હતી. થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી હતી. યુવકના મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં ત્રિપલ હત્યાથી ખળભળાટ
સુરત શહેરમાં ત્રણ હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મૂકતાં એમ્બ્રોઈડરી કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી બે કારીગરો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. ઘટના બાદ કારખાના માલિકનાં પરિવારજનો દ્વારા આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માગ કરી હતી. હત્યાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં SITની રચના કરવામાં આવી છે. જેમાં 5 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતમાં એક સાથે ત્રણ લોકોની હત્યા કરી દેવાઇ છે. ત્રિપલ હત્યા કાંડમાં બે આરોપીની ધરપકડ કરાઇ છે.
સમગ્ર ઘટના શું છે જાણીએ
સુરતમાં કારખાના માલિક સહિત બે લોકોની હત્યા કરાઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો નોકરીમાંથી છૂટા કરાતા કામદાર અને અન્ય સાગરીતોએ કારખાના માલિક અને ત્રણ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા હતા. શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેક્સો નામના કારખાના માલિકે કોઈ કારણોસર કારીગરને છૂટો કર્યો હતો.જે બાદ ઉશ્કેરાયેલા કામદારે પોતાના સાગરીતો સાથે વહેલી સવારે કારખાને પહોંચ્યો અને છરી વડે હુમલો કરી માલિક કલ્પેશભાઈ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ હુમલો કરનાર કામદાર અને તેના સાગરીતો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે કારખાના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. 2 આરોપીની ઘરપકડ કરી દેવાઇ છે.
ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને આજે વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. જેમાંથી એક સગીર વયનો છે અને એક પુખ્ત વયનો છે.