ગાંધીનગર: નવું વર્ષ રાજ્ય માટે ઠંડીના ચમકારા સાથે કમોસમી વરસાદ લઈને આવશે. હવામાન વિભાગે આગામી 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તરગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તરપૂર્વિય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બંસને કારણે કમોસમી વરસાદ વરસશે.


આગામી 5 દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. આ ઉપરાંત પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે. આગામી 48 કલાક બાદ ઠંડીમાં રાહત થશે. હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી પ્રશાસન પણ એલર્ટ છે. બનાસકાંઠા અધિક કલેક્ટર, ખેતી, પુરવઠા, બાગાયતી વિભાગના અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. એપીએમસીમાં જણસને સુરક્ષીત રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે વધારો. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અને પવન ફૂંકાશે. 48 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે.