Gujarat: કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેર કર્યા હતા. ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી હતી. મનોજ કથેરિયાને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા હતા. કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેર કર્યા હતા. મનોજ કથેરિયાને જામનગર જિલ્લા કોગ્રેસ પ્રમુખ બનાવાયા હતા. તે સિવાય મનોજ જોશીને જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવાયા હતા. નૌશાદ સોલંકીને કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ બનાવાયા હતા.






તે સિવાય મોરબી કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણૂક કરાઇ હતી. જ્યારે હિતેશ વ્યાસની ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઇ હતી. મહેસાણા કોંગ્રેસ પ્રમુખ તરીકે હસમુખ ચૌધરીની નિમણૂક કરાઇ હતી. અશોક પટેલની સાબરકાંઠા કોંગ્રેસના પ્રમુખ, રાજેન્દ્રસિંહ રાણાની ભરુચ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઇ હતી.






ઉપરાંત ધનસુખ રાજપૂતની સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે  જ્યારે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અતુલ રાજાણીની નિયુક્તિ કરાઇ હતી. અમરસિંહ સોલંકીની અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઇ હતી.


ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી હતી.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય  રાજેશભાઈ ગોહિલની નિમણુંક કરાઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેનો તરીકે રાજેશ કાનજીભાઈ દેસાઈ, (પાટણ), મહેશભાઈ રાજપૂત (રાજકોટ) તથા રાજેશભાઈ આહીર(મોરબી)ની નિમણુંક થઈ હતી.


ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોમાં મનોજ ગોરધનભાઈ કથીરીયા – જામનગર જિલ્લો, મનોજ ભીખાભાઈ જોષી – જૂનાગઢ શહેર, નૌશાદ સોલંકી – સુરેન્દ્રનગર જિલ્લો, કિશોર ચીખલીયા – મોરબી જિલ્લો, હિતેશ મનુભાઈ વ્યાસ – ભાવનગર શહેર,  હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી – મહેસાણા જિલ્લો,  અશોક નાથાભાઈ પટેલ – સાબરકાંઠા જિલ્લો, રાજેન્દ્રસિંહ રાણા – ભરૂચ જિલ્લો, ધનસુખ ભગવતીપ્રસાદ રાજપૂત – સુરત શહેર,  દિનેશ નાનુભાઈ સાવલિયા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, વિપુલ બાબુભાઈ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, અતુલ રસીકભાઈ રાજાણી – રાજકોટ શહેર, અમરસિંહ રામુભાઈ સોલંકી – અમદાવાદ જિલ્લો,  ગુલાબસિંહ ચૌહાણ – મહીસાગર જિલ્લો, ગેમરભાઈ જીવણભાઈ રબારી – પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.