સુરેન્દ્રનગરના ભાજપ ઉમેદવારની ડિગ્રીને લઇને કોગ્રેસે આરોપ લગાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતતા જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. ઉમેદવારી ફોર્મ અને બાયોડેટામાં અલગ અલગ ડિગ્રી દર્શાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.




ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ બાયોડેટામાં પોતાની ડિગ્રી બી.ઈ. સિવિલ એન્જિનિયર દર્શાવી છે જ્યારે ઉમેદવારી ફોર્મ દરમિયાન રજૂ કરેલ એફીડેવિટમાં ધોરણ ૧૨ પાસનો તેમણે ઉલ્લેખ કર્યો છે.




ડિગ્રી ન હોવા છતા એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યાનો કોગ્રેસે આરોપ લગાવ્યો હતો.  વિવાદ વધતા ચંદુભાઇ શિહોરાએ ખુલાસો કર્યો હતો કે બીઇ સિવિલનો અભ્યાસ પૂર્ણ કર્યો નથી. અભ્યાસ પૂર્ણ ન કર્યો હોવાથી ધો.12 પાસનો ઉલ્લેખ કર્યો છે. ચંદુભાઈની ડિગ્રી સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.


ભાજપના ઉમેદવારે અલગ અલગ શૈક્ષિણક લાયકાત અને ડિગ્રી દર્શાવતા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પ્રહારો કર્યા હતા. ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારની ડિગ્રી નક્કી કરી મતદારોને ખોટી રીતે રીઝવવાનો પ્રયાસ કરતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. બી.ઈ. સિવિલનો અભ્યાસ પૂર્ણ ન કર્યો હોવાથી એફીડેવિટમાં ધોરણ ૧૨ પાસનો ઉલ્લેખ કર્યો હોવાનુ ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું.


રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસ ફરી એકવાર તુટી રહી છે, તાજા અપડેટ પ્રમાણે કોંગ્રેસને છોટા ઉદેપુરમાં મોટો ઝટકો લાગશે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવા જઇ રહ્યાં છે. આજે તલસાટમાં એક મોટા કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપને ખેસ પહેરશે. કોંગ્રેસમાં મોટુ ભંગાણ લોકસભા ચૂંટણીમાં અસર કરી શકે છે. 


રાજ્યમાં ભાજપમાં ભરતી મેળો યથાવત છે, એક પછી એક મોટા કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસને બાય બાય કરીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી રહ્યાં છે. હાલમાં જ માહિતી મળી છે કે, વધુ એક મોટું ભંગાણ છોટા ઉદેપુર કોંગ્રેસમાં થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં વધુ એક ગાબડું થવા જઇ રહ્યું છે. આજે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર ભાજપમાં જોડાશે, આ સાથે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પૂર્વ પ્રમુખ છત્રસિંહ ઠાકોર પણ ભાજપમાં કેસરિયા કરશે. આજે જિલ્લાના તલસાટ ગામમાં એક મોટો કાર્યક્રમ યોજાશે, જેમાં સામાજિક આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપનો ખેસ ધારણ કરશે. 


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં મોટો ભરતી મેળો ચાલી રહ્યો છે, જેમાં કોંગ્રેસના કેટલાય સીનિયર અને દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો પંજો છોડીને કમળના ફૂલને પકડ્યુ છે. આ લિસ્ટમાં સીજે ચાવડાથી લઇને અર્જૂન મોઢવાડિયા અને અંબરિશ ડેર જેવા નામો સામેલ છે.