વલસાડ: દુષ્કર્મનાં બે અલગ અલગ બનાવમાં બે ૧૩ વર્ષીય ભોગ બનાનાર બાળકીના ગર્ભપાત કરાવવાની કોર્ટે મંજૂરી આપી છે. પ્રથમ બનાવમાં ભોગ બનનાર બાળકી સાથે તેના પિતા મિત્રએ જ દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી થઈ હતી. જે ગર્ભ ૧૬ અઠવાડીયાનો થઈ ગયો હતો અને તે અંગે બાળકીના પિતાએ આરોપી વિરુદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા કેસમાં ડુંગરા પોલીસની હદમાં ૧૩ વર્ષીય બાળકીનું અપહરણ કરી આરોપી દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરતાં તેણી ગર્ભવતી થઈ હતી. જેને ૮ અઠવાડિયાનો ગર્ભ હતો અને તે અંગે બાળકીના પિતાએ ડુંગરા પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોધાવી હતી.
બંને કેસમાં બંને બાળકીના માતા પિતા દ્વારા બાળકીનો ગર્ભપાત કરવા ઉમરગામમાં નોંધાયેલા કેસમાં ગુનાની તપાસ કરનાર અમલદાર પોલીસ ઇન્સપેક્ટર વી ડી મોરીને અને ડુંગરા પોલસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ કરનાર એમ પી પટેલને બાળકીએ ધારણ કરેલ ગર્ભપાત કરાવવા નિવેદન આપતા બંને કેસના તપાસ કરનાર અમલદારનાઓ દ્વારા બને બાળકીના મેડિકલ સર્ટીફીકેટ સાથે બંને બાળકીનાં ગર્ભપાત કરવા માટે વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટ અરજી કરવામાં આવી હતી. જે બાદ નામદાર કોર્ટ દ્વારા બાળકીની સારવાર કરનાર ડોકટર, બંને કેસના બાળકીનાં માતા પિતાના નિવેદનો અને ડીજીપી અનિલ ત્રિપાઠીની રજૂઆત ધ્યાનમાં લઈ નામદાર કોર્ટનાં સ્પેશિયલ જજ એમપી પુરોહિતે બંને બાળકીના ભવિષ્ય અને ઉંમર અને બંને ધારણ કરેલ ગર્ભને ધ્યાનમાં લઈ ગર્ભપાત કરવાનો હુકમ કરી બંને ભ્રુણનો ડીએનએ સેમ્પલ લેવડાવવાનો હુકમ કર્યો હતો.
ગીર સોમનાથમાં બે યુવકો નદીમાં તણાયા
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી નાળા છલકાયા છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ અકસ્માતની પણ ઘટના સામે આવી છે. ઘણી જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં નદી પાર કરવાને લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો બીજી તરફ આજે ગીર ગઢડાના હરમડિયા ગામે સાંગાવાડી નદીમાં બે યુવાનો તણાયા હોવાની ઘટના સામે આવી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હરમડિયા ગામમાં જે બે યુવાનો તણાયા હતા તેમાના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.સ્થાનિક તરવૈયાઓએ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે જ્યારે બીજા યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા છે. જો કે, આ યુવાનો કેવી રીતે નદીના પ્રવાહમાં તણાયા તેની માહિતી સામે આવી નથી.
રાજકોટમાં ટ્રકે અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત
રાજકોટ: શહેરમાં એક અકસ્માકની ગોજારી ઘટના સામે આવી છે. શહેરના માધાપર ચોકડીથી અયોધ્યા ચોક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. સવારે 10 વાગ્યે ભાવેશ અને જીતેન્દ્ર નારીગરા નામના સગાભાઈ કામ અર્થે જતા હતા તે દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જે બાદ બન્નેને ગંભીર હાલમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને ભાઈઓના મોત નિપજ્યા હતા. મિસ્ત્રી કામ કરતા બન્ને સગાભાઈના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી શરૂ કરી છે.