અમરેલી: ફતેપુરના ચેકડેમ કાંઠેથી યુવકની લાશ મળી આવી છે. ફતેપુર ઢેબી ચેકડેમ પંથકમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લાશ મળી આવવાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકની લાશને અમરેલી પીએમ માટે ખસેડાય છે. મૃતક યુવકનું નામ વિજય વનગા હોવાનું સામે આવ્યું છે. યુવકની ઉંમર 28 વર્ષ છે અને તે મૂળ મહારાષ્ટ્રનો વતની હતો. યુવકની માનસિક સ્થિતિ ખરાબ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલમાં અમરેલી તાલુકા પોલીસ પી.એસ.આઇ.પી.વી. સાંખટ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.


અમદાવાદમાં હાઇપ્રોફાઇલ સાયબર સેક્સ રેકેટ ઝડપાયું
Ahmedabad : અમદાવાદમાં હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરવાની લાલચ આપી ડમી લેડીઝ સાથે વાતચીત કરાવી હોટેલ તથા બીજા ચાર્જ પેટે છેતરપીંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. 


એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ
અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમે દરોડા પાડી બોગસ કોલસેન્ટર ઝડપી પડયું છે. પોલીસે ડમી મહિલા સાથે વાત કરાવી પૈસા પડાવતા આરોપીઓને  કોલસેન્ટરમાંથી ઝડપી લીધા છે.જેમાં એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.મહિલા સાથે હોટલમાં હોટલમાં જવા માટે અલગ અલગ ચાર્જ પેટે આ ભેજાબાજ ઠગબાજો રૂપિયા પડાવતા હતા. પણ આ ઠગબાજ ટોળકીને આખરે પોલીસે ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.


યુવતીઓ મોબાઈલ ફોનથી ફ્રેન્ડશીપ કેળવવી લોભામણી વાતો કરતી
હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે કામલીલાની વાત કરી લલચાવી આ આરોપીઓ  નિર્દોષ લોકોને ફસાવતા હતા.બાપુનગરમાં હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ સજાનંદ એવન્યુ ફ્લેટમાં ચોથા માળે મકાન નં-16માં કમલ વધવાણી પોતાના માણસો રાખીને આ કૌભાંડ ચલાવતો હતો.જાહેરાતના મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવતા અને તેના પર લોકો કોલ કરતા હતા.  જેમાં યુવતીઓ મોબાઈલ ફોનથી ફ્રેન્ડશીપ કેળવવી લોભામણી વાતો કરતી હતી. છોકરીઓ સાથે મુલાકાત કરી શારીરિક સંબંધ બાંધવાનું જણાવી લાલચ આપી રૂપિયા પડાવતા હતા.


અલગ અલગ બેન્ક ખાતામાં નાણાં પડાવતા 
પોલીસે પકડેલી આ ટોળકી શારીરિક વાસનાની લાલચમાં  આવીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણા મેળવી લઈને લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી છે કરે છે અને લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. હાલ તો  સાઈબર ક્રાઇમ દ્વારા આ બોગસ કોલ સેન્ટર ઝડપી લેવામાં આવ્યું છે અને આરોપીઓને પૂછપરછ કરી વધુ હકીકત મેળવવા પોલીસે કવાયત હાથધરી છે.