ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં 6 લાખ 89 હજાર નવા મતદારો ઉમેરાયા છે. તાજેતરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં ગુજરાતમાં 3 લાખ 14 હજાર પુરૂષ મતદારો, 3 લાખ 74 હજાર સ્ત્રી મતદારો અને 54 મતદારો ત્રીજી જાતિના ઉમેરાયા હતા.


નવા મતદારો વધતાની સાથે જ હવે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4 કરોડ 94 લાખ 49 હજાર 469 થઈ છે. જે પૈકી 2 કરોડ 54 લાખ 69 હજાર 723 પુરૂષ મતદાર અને 2 કરોડ 39 લાખ 78 હજાર 243 સ્ત્રી અને 1503 ત્રીજી જાતિના મતદારો છે.


તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 1 લાખ 53 હજાર 958 અવસાન પામેલા મતદારોના નામ કમી કરાયા છે. તો 4 લાખ 60 હજાર 153 મતદારોની વિગતોમાં નાના-મોટા સુધારા કરવામાં આવ્યા છે. આવનારી લોકસભા ચૂંટણીમાં હવે 4.94 કરોડથી વધુ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરી ગુજરાતના 26 સાંસદને ચૂંટશે. હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે.