આ મામલે નવસારીના વાંસદા ખાતે શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે કે કોરોના પોઝિટિવ આવેલી દીકરી શાળામાં ગઇ જ ન હતી. 4 દીકરીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં એક દીકરી કોરોના પોઝિટિવ આવી હતી. એ દીકરી શાળાએ ગઇ જ ન હતી અને એ શાળા બંધ નથી. આજથી પૂર્વવત ચાલુ થઇ જવાની છે.
જોકે જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યાનો આંકડો સિંગર ડિજીટમાં આવ્યો છે. ગઈકાલે જામનગરમાં 8 પોઝિટીવ કેસ આવ્યા હતા જ્યારે ગ્રામ્યમાં માત્ર 1 પોઝિટીવ કેસ આવ્યો હતો. જામનગર શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો સંખ્યા 7,687એ પહોંચી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સંખ્યા 2,295એ પહોંચી છે. આ બન્ને મળીને જિલ્લામાં કુલ 9,986 લોકો કોરોનાના કેસ નોંધાયા છે.
શાળાઓને લઇને આ છે નિયમો
- ધો.10-12માં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય
- PG અને UGના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે
- શાળાએમાં કેન્દ્ર સરકારની SOP લાગુ કરાશે
- રાજ્યની તમામ શાળાઓમાં SOP મોકલી અપાઈ
- શાળાઓએ PHC સેન્ટર સાથે સંપર્ક કરવાનો રહેશે
- શાળાઓએ વાલીઓની સંમતિ લેવાની રહેશે
- શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં
- ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે
- થર્મલ ગન, સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે
- શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
- વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય