ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1069 કોરોનાના નવા કેસ નોંધાયા હાહાકાર મચી ગયો છે. ત્યારે  અમરેલી જિલ્લામાં ઓમિક્રોન વેરિયંટનો પ્રથમ કેસ નોંધાયા બાદ સ્થાનિક આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.


સાંસદ નારણ કાછડીયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. હોસ્પિટલમાં ઊભી કરાયેલી વ્યવસ્થાનું સાંસદ નારણ કાછડીયાએ નિરીક્ષણ કર્યું હતું. અમરેલી જિલ્લાના આરોગ્ય અધિકારીના મતે હાલમાં જિલ્લામાં કોરોના સંક્રમણના 7 જેટલા એક્ટિવ કેસ છે.


નોધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમા ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ઓમિક્રોનના નવા 11, સુરત કોર્પોરેશનમાં ચાર, આણંદમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, કચ્છમાં બે, ખેડામાં એક, રાજકોટમાં એક નવો કેસ નોંધાયો હતો.


નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1 હજારથી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 103  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,755  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.31 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે. આજે 1,52,072  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


 


વૉટ્સએપ વાપરનારાઓ માટે ખુશખબર, 2022માં આ પાંચ કામના ફિચર્સ આવી રહ્યાં છે તમારા માટે, જુઓ લિસ્ટ..........


Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન


New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ


વેબસીરીઝના શોખીનો થઇ જાઓ તૈયાર, 2022માં ધૂમ મચાવવા આવી રહી છે આ પાંચ ખતરનાક Web Series, જાણી લો રિલીઝ ડેટ.............