Gajendrasinh Parmar: ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે, ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી અને પ્રાંતિજ-તલોદના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.


ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, ગુનાની ગંભીરતાને જોઇને જામીન ના આપી શકાય. હવે રાજસ્થાન પોલીસ ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પૉક્સો એક્ટ હેઠળ પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે કેસ ચાલી રહ્યો છે, આ કેસ રાજસ્થાનમાં નોંધાયો હતો. 


વિગતો અનુસાર, પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે કારમાં સગીરા સાથે અડપલાં બાદ જબરદસ્તીનો પ્રયાસ કર્યો હોવાના આરોપ લાગ્યો છે. પ્રાંતિજના ભાજપ MLA ગજેન્દ્રસિંહ પરમાર સહિત 4 સામે આબુ રોડ ખાતે સગીરાની છેડતીનો ગુનો નોંધાયો હતો.


ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને હાલના પ્રાંતિજ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં સગીરાની છેડતી બદલ પૉક્સોનો ગુનો નોંધાયેલો છે. તેમની સાથે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ 4 લોકો સામે સગીરાની છેડતીની ફરિયાદ નોંધાયેલી છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતાઓ સામેના પૉક્સોના કેસથી રાજકીય વાતાવરણમાં ભારે ખળભળાટ મચ્યો હતો. રાજસ્થાનના આબૂ રોડ પોલીસ સ્ટેશનમાં 20મી જાન્યુઆરીએ આ ગુનો નોંધાયો હતો.