આગામી ત્રણ કલાકમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ગાજ વીજ સામાન્ય અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. બોટાદ, સુરેન્દ્રનગર, સુરત, દમણ, નવસારી, ભરૂચ,તાપી, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં 18 જિલ્લામાં આજે મેઘમહેર થઈ શકે છે.  હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.


રાજ્યના ખેડૂતો માટે ખૂશખબર આવ્યા છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

ખંભાળિયા તાલુકામાં સવા 9 ઈંચ વરસાદ વરસ્યો


નૈઋત્યનું ચોમાસું સક્રિય થતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દ્વારકા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સવા 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં અઢી ઈંચ વરસાદ, ભાણવડ તાલુકામાં બે ઈંચ વરસાદ, રાણાવાવ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ, નખત્રાણા તાલુકામાં એક ઈંચ વરસાદ, ગારિયાધારમાં એક ઈંચ વરસાદ, દ્વારકામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.  18 તાલુકામાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.              


ખાસ કરીને દ્વારકા જિલ્લાનો ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે.પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતા. આજે બપોરે એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે પાંચ વાગ્યા સુધી અવિરત રહ્યો હતો, જેના કારણે ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો.