હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આગામી પાંચ દિવસ દરિયામાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દરિયો તોફાની બનવાની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થશે. જો કે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. 16 થી 18 જૂન દરમિયાન દરિયાઇ કાંઠે સામાન્ય વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે 14 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને તાપીમાં વરસાદ પડ્યો છે. તાપીના વ્યારાાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અથવા તો હળવા વરસાદ પડવાની શક્યતા છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 14-15 જૂન સુધીમાં દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે. ચોમાસુ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. તે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશને આવરી લેશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.