નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીથી પીડાતી આમ જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ક્રૂડ ઓઈલ અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓની કિંમતમાં વધારાના કાણે જથ્થાબંધ મોંઘવારી દર મે મહિનામાં 12.04 ટકાના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. મે 2020માં મોંઘવારી દર -3.37% હતો.. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત મોંઘવારી દર સતત 5 માં મહિને વધ્યો છે.


સરકાર દ્વારા જારી જથ્થાબંધ મોંઘવારીમાં કહેવામાં આવ્યું કે ક્રૂડ પેટ્રોલિયમ, મિનરલ ઓઈલ્સને કારણે મોંઘવારી વધી છે. કારણ કે તેનાથી પેટ્રોલ, ડીઝલ નેપ્થા અને મેન્યુફેક્ચરિગ પ્રોડક્ટ્સ મોંઘા થયા છે. તેને પરિણામે, ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં આ વર્ષે મે મહિનામાં મોંઘવારી ઝડપથી વધી છે.


ફ્યુલ અને પાવર સેક્ટરમાં પણ મે મહિના દરમિયાન મોંઘવારી 37.61 ટકા વધી છે જે એપ્રિલમાં 20.94 ટકા વધી હતી. તો મેન્યુફેક્ચર્ડ પ્રોડેક્ટ્રસમાં પણ મે મહિનામાં 10.83 ટકા મોંઘા થયા છે. જોકે ખાદ્ય પદાર્થોમા મોંઘવારીથી રાહત મળી છે. મે મહિનામાં ખાદ્ય પદાર્થો 4.31 ટકા સસ્તા થયા છે પરંતુ ડૂંગળીના ભાવમાં વધારો થયો છે. ડૂંગળીના ભાવમાં 23.24 ટકાનો વધારો થયો છે.






ચાલુ મહિનાની શરુઆતમાં આરબીઆઈએ વ્યાજ દરોને યથાવત સ્થિતિએ જાળવી રાખવી રાખ્યાં હતા તથા વિકાસને વેગ આપવા નીતિગત વલણોમાં કોઈ ફેરફાર ન કરવાનું જણાવ્યું હતું.


Also Read:  Shyam Metalics નો ખૂલ્યો IPO, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં ?


કોરોના મહામારીમાં બાળકોની કેવી રીતે રાખશો સંભાળ ? જાણો આયુષ મંત્રાલયની હોમકેર ગાઇડલાઇન


ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ કોણ છે ? 12 વર્ષ પહેલા નેતન્યાહૂની આંગળી પકડીને આવ્યા હતા રાજકારણમાં


આ રાજ્યમાં દારૂની દુકાન ખૂલતાં જ લોકોએ ખરીદવા લગાવી લાઈન, જુઓ તસવીરો