ગાંધીનગરઃ ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ ગુજરાતમાં શીતલહેરની અસર રહેશે. આગામી 2 દિવસ રાજ્યભરમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. બીજી તરફ અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે રહેશે.
આજે રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. તો કચ્છનું નલિયા આજે પણ સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતું. નલિયામાં 5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું તો ડીસા અને કેશોદમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 9.7 ડિગ્રી પર પહોંચ્યો.. તો બનાસકાંઠા જિલ્લામાં પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
તો પતંગ રસિયાઓ માટે પણ સારી ખબર એ છે કે ઉત્તરાયણના દિવસે 10 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ માઉંટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન 4 પોઈંટ 5 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે.
IPL 2022: આ દેશમાં રમાઈ શકે છે IPLની આગામી સિઝન, UAE કરતાં પણ વધુ રોમાંચ હશે, મેચનો સમય પણ બદલાશે!
ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત, સહાયની રકમ વધારી
Petrol-Diesel: 50 લિટર સુધી પેટ્રોલ અને ડીઝલ મફતમાં મળશે! જાણો કેવી રીતે ઓફરનો લાભ લેશો