ગુજરાતને હજુ પણ ભારે વરસાદથી રાહત મળવાની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગે 28 ઓગસ્ટના રોજ રાજ્યના છ જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમાં કચ્છ , દેવભૂમિ દ્વારકા , જામનગર , પોરબંદર , જૂનાગઢ , રાજકોટનો સમાવેશ થાય છે. અહી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મોરબી , અમરેલી , ભાવનગર , ખેડા , આણંદ , ભરૂચ , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , તાપી , સુરત , નવસારી , ડાંગ , વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


1210 ગામમાં વીજપુરવઠો ખોરવાયો


ભારે વરસાદના કારણે રાજ્યમાં 1210 ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ 217 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વડોદરા જિલ્લામાં 127 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જામનગર જિલ્લામાં 116, દ્વારકા જિલ્લામાં 110 ગામ અને ખેડા જિલ્લામાં 100 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.


રાજ્યમાં 806 રસ્તાઓ બંધ


ભારે વરસાદના કારણે રાજ્યમાં ચાર વાગ્યાની સ્થિતિમાં 806 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 સ્ટેટ હાઈવે , 3 નેશનલ હાઈવે, 675 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા હતા. સુરેંદ્રનગર જિલ્લાના 82 રસ્તા, ખેડા જિલ્લાના 72 રસ્તા, રાજકોટ જિલ્લાના 55 રસ્તા, વડોદરા જિલ્લાના 53 રસ્તા, નવસારી જિલ્લામાં 45 રસ્તા બંધ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. મોરબીમાં 43, જામનગરમાં 42,વલસાડમાં 41, દાહોદ જિલ્લામાં 41 રસ્તા, કચ્છ જિલ્લામાં 33 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.રાજકોટ જિલ્લામાં 55 રસ્તાઓ, વડોદરા જિલ્લામાં 53 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 45 રસ્તાઓ,મોરબી જિલ્લામાં 43,જામનગર જિલ્લામાં 42,વલસાડ જિલ્લામાં 41,દાહોદ જિલ્લામાં 41 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. કચ્છ જિલ્લામાં 33 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.


સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે રાજકોટમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય  કોટડાસાંગાણીમાં સાડા સાત ઇંચ,  લોધિકામાં સાત ઇંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.તે સિવાય આજે કલ્યાણપુરમાં સવા છ ઈંચ, કાલાવડમાં છ ઈંચ,  ભાણવડમાં છ ઈંચ, લાલપુરમાં સાડા પાંચ ઈંચ, રાણાવાવ, ગોંડલમાં પાંચ ઈંચ, દ્વારકા, પોરબંદરમાં પાંચ ઈંચ, જામનગર, જામજોધપુરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ધોરાજી, જામકંડોરણામાં ચાર-ચાર ઈંચ, ચોટીલા, વંથલી, કેશોદમાં 4-4 ઈંચ,વાંકાનેર, વિસાવદર, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, મહુધા, ઉપલેટા, માણાવદરમાં ત્રણ-ત્રણ ઈંચ, કુતિયાણા, જેતપુર, તાલાલામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો.