Heatwave Forecast:રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર જતો રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે પણ વધુ ગરમીની આગાહીની કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં આગામી પાંચ દિવસ આકરા તાપમાનની આગાહી કરી છે.  


મંગળવારે રાજ્યના આઠ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર  ગયો હતો. . ત્રણ શહેરોમાં 43 ડિગ્રી તો બે શહેરોમાં 42 અને બે શહેરોમાં 41 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન  પહોંચ્યું છે.  મંગળવારે અમદાવાદમાં  43.3  તાપમાન પહોંચતા લોકોએ અગનવર્ષાનો અનુભવ કર્યો હતો. બે જ દિવસની અંદર અમદાવાદના મહત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રી વધારો થતા નાગરિકો આકરા તાપમાં શેકાયા. ગરમીની અસર મતદાનમાં પણ જોવા મળી હતી બપોરથી મતદાન બૂથ પર પાંખી સંખ્યા જોવા મળી હતી. તો બીજી તરફ ગરમીના કારણે  ગરમી સંબંધિત અમદાવાદમાં બિમારીના કેસમાં જબરદસ્ત વધારો થયો છે.  છેલ્લા છ દિવસમાં પેટના દુખાવાના 573, ચક્કર આવીને બેભાન થવાના 269 કેસ નોંધાયા. છ દિવસમાં ગરમી સંબંધિત કુલ એક હજાર 375 કેસ નોંધાયા છે.


આગ ઝરતી ગરમીના કારણે  અગનભઠ્ઠીમાં કચ્છ-સૌરાષ્ટ્ર ફેરવાઇ હ. .. 43.5 ડિગ્રી સાથે ભૂજ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું .. તો સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં  42.7 ડિગ્રી, કેશોદમાં 39.1 ડિગ્રી અને ભાવનગરમાં 38.2 મહત્તમ તાપમાન નોધાયું છએ. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ આકરી ગરમીમાં શેકાયું.. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી, ડીસામાં 41.3 ડિગ્રી તો વલ્લભ વિદ્યાનગરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે.


તો બીજી તરફ વરસાદની આગાહી


12 અને 13 મેના રોજ રાજ્યમાં ફરી  મોસમનો મિજાજ બદલાઇ શકે છે.  12 અને 13 એમ બે દિવસ છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચેરાજકોટના   વિંછીયા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. કમોસમી વરસાદના કારણે  ઉનાળુ પાક લેતા ખેડૂતોની ચિંતામાં પણ વઘારો થયો છે.મંગળવારે સાંજે અમરેલી જિલ્લામાં પણ  વાતાવરણમાં  પલટો જોવા મળ્યો, ગોરખવાળા, દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો.  ભારે તાપ બાદ વરસાદ વરસતા બફારાથી લોકો અકળાયા હતા.  મંગળવારે સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઈડર, વડાલી, વિજયનગરમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિતા વધારી હતી.  ભૂતિયા, જેતપુર કંપા, ચુલ્લા અને વડગામડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થતાં આકાર તાપથી થોડી રાહત મળી હતી.અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. મોડાસા શહેર, કલેક્ટર કચેરી, ઈસરોલ, વરથું સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે  બાજરી, કેરી,.  તરબુચ સહિતના પાકોની ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.