ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે 22 જુલાઈથી રાજ્યભરમાં મૂશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર આજે અને આવતીકાલે તો છૂટોછવાયો વરસાદ વરસશે. તો 22 જુલાઈથી મેઘરાજા મન મૂકીને વરસશે. 22 જુલાઈએ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તો 23 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેંદ્રનગર, મોરબી, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે તો જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, મોરબી, જૂનાગઢ, અમદાવાદમાં 24 જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગના અનુસાર દરિયા કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આથી 23 અને 24 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.હવામાન વિભાગના મતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે. પરંતુ આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહીને લઈ તે ઘટ પૂર્ણ થઈ શકે છે.


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.  કચ્છમાં સૌથી વધુ 104 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 75 ટકા અને મધ્ય ગુજરાતમાં 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 35 ટકા વરસાદ વરસ્યો છે.


રાજ્યમાં 30 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 49 ડેમ છે હાઈએલર્ટ પર છે.  જ્યારે 11 ડેમ છે એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 54 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 68 ટકા પાણીનો જથ્થો છે.  ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 20 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 55 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.


Defence News: ભારતીય વાયુસેનામાં તેજસ માર્ક-2ની બનશે 6 સ્ક્વૉડ્રન, જાણો Tejasના એડવાન્સ્ડ વર્ઝનની તાકાત


ICC ODI Ranking: એક મેચ ના રમવાના કારણે Jasprit Bumrah પાસેથી નંબર 1નો તાજ છીનવાયો, આ ખેલાડી પહોંચ્યો ટોપ પર


વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે રિલાયન્સ Jioના આ પ્લાન, દરરોજ મળશે 3GBથી પણ વધુ ડેટા, જાણો.......


PIB Fact Check: શું વોટ્સએપ દ્વારા અગ્નિપથ સ્કીમનું થઈ રહ્યું છે રજિસ્ટ્રેશન ? જાણો વાયરલ મેસેજની હકીકત