Gujarat Rain: બિપરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે બપોરે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.


હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો નર્મદા, ભરૂચ,તાપીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ગીરસોમનાથ, જૂનાગઢ, દીવ, દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે.


આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે તો અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ માછીમરોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


દેશના ઘણા ભાગોમાં, લોકો પૂર, ભૂસ્ખલન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી રાષ્ટ્રીય રાજધાની સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય IMDએ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી જશે.


દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં, વિભાગે 3 જુલાઈ સુધી વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ વરસાદની પ્રક્રિયા સતત ચાલી રહી છે. વિભાગના જણાવ્યા અનુસાર, તે રાજ્યમાં 30 જૂન સુધી ચાલુ રહેશે.



બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ 



  • 12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજમાં પાંચ ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં સુરતના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં નવસારીના ખેરગામમાં બે ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં બે ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં બે ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં નવસારીના ચીખલીમાં પોણા બે ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં વલસાડના વાપીમાં પોણા બે ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં પોણા બે ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં દોઢ ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં સવા ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં સવા ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સવા ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં જામનગરના જોડીયામાં એક ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં સુરનતા માંગરોલમાં એક ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં એક ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં તાપીના વાલોડમાં એક ઈંચ વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં સુરતના મહુવામાં પોણો ઈંચ વરસાદ 

  • વ્યારા, ગણદેવી, વાલીયામાં અડધો અડધો ઈંચ વરસાદ 

  • ઉમરગામ, તાલાલા, સોનગઢમાં અડધો અડધો ઈંચ વરસાદ 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial