Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું અનુમાન છે. બે સિસ્ટમ એક્ટિવ થઇ હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમ વરસાદનું અનુમાન છે. તો કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે.

  લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આગામી 27 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયું છે. જેની અસરથી ગુજરાતમાં વરસાદ આવશે, ચોમાસાના લાંબા વિરામ પછી, 13 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક ઓછા દબાણનો વિસ્તાર બન્યો છે. જે ડિપ્રેશનમાં ફેરવાશે અને દેશના પૂર્વથી પશ્ચિમમાં ભારે વરસાદ લાવશે. ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દક્ષિણ રાજસ્થાન અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદ લાવતી ઉપરાછાપરી બે સિસ્ટમ બનતાં વરસાદનું જોર વધશે. જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે મુંબઇ અને તેના આસપાસના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે.

18થી 20 ઓગસ્ટ ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 18થી20 ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે.

19થી  21 તારીખે આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ 19 અને 21 ઓગસ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વરસાદના પ્રમાણને જોતા અહીં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કચ્છમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ એક સિસ્ટમ  છતીસગઢ પર બનશે, જે ગુજરાત પર આવશે. જેની અસરથી 18થી 21 તારીખ સુધી અતિ ભારે વરસાદનું અનુમાન છે.  અન્ય એક બીજી સિસ્ટમ પણ એક્ટિવ થનાર છે, જેના પગલે  24 ઓગસ્ટથી ફી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેના પગલે 28 ઓગસ્ટ સુધી વરસાદનું અનુમાન છે.

આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ

આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. વલસાડ, નવસારી, ડાંગ તાપી, સુરત, છોટા ઉદેપુર, આણંદ,ખેડા, અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.      આજે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે