ગાંધીનગરઃ ખેડૂતો માટે સૌથી રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 થી 10 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસરની અસરથી આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ વરસશે. સાથે જ દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પણ વરસી શકે છે. તો ગુરુવારે જન્માષ્ટમીના દિવસે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો નહોતો પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ મેઘરાજાની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત, વલસાડ,ભરૂચ,ડાંગ,નવસારી,નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ,ખેડા, દાહોદ, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આ સિવાય અમરેલી, ભાવનગર, દિવ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 8,9,10 સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદે છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નુકસાનનો ડર સતાવી રહ્યો છે.
વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે. મકાઈ, ડાંગર સહીત વિવિધ પાક બગડવાની ભીતિ છે. દાહોદ જિલ્લામાં ખેડૂતોને વરસાદ ખેંચાતા ચિંતિત તેમજ હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે હાલ છેલ્લા 15 થી 20 દિવસમાં વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે. પોતાના ખેતરમાં કરેલા મકાઈ ડાંગરના પાક જો વરસાદ હજુ લાંબુ ખેંચાય તો તે ખરાબ થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.