Weather Update: પાંચ મહિનામાં રાજ્યમાં ચોથી વખત માવઠાનું સંકટ સર્જાયું છે. આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ દરમિયાન વરસાદની સાથે
આજે મધ્ય ગુજરાતના છ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં વરસી છુટો છવાયા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં માવઠાની આશંકા વ્યક્ત કરી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી .છે આ ઉપરાંત .. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદનુ અનુમાન છે.
જો કે એક બાજુ કેટલાક જિલ્લામાં હવામાન પલટાના એંધાણ દેખાઇ રહ્યાં છે તો બીજી તરફ માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે. પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થઇ ગયું છે. સૌથી વધુ 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું તો વલ્લભવિદ્યાનગરમાં તાપમાનનો પારો 40.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.
કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આગ ઝરતી ગરમીએ લોકોને અકળાવી દીધા છે. અહીં પણ તાપમાનનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન.. તો ભૂજ અને મહુવામાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી પર પહોંચ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દુર થતા અમદાવાદમાં 18 મે બાદ ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી.. અમદાવાદનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર થવાની શક્યતા.. ત્રણ દિવસ તાપમાનનો પારો 41 ડિગ્રીને આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
તો બીજી તરફ ઉત્તર ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો નીચે જતાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. રવિવારે પૂર્વોત્તર ભારત સહિત ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં વીજળી સાથે તોફાન, 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને કરા પડી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને મરાઠવાડામાં ભારે પવન સાથે કરા પડવાની સંભાવના છે. વીજળીના ચમકારા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકા છે.